બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. બચ્ચનને પોતાની સમક્ષ જોઇને પ્રશંસકોનો ઉત્સાહ ઉછાળા મારવા લાગ્યો હતો. હાથમાં બેનર અને પોસ્ટર સાથે બિગ બીના સેંકડો પ્રશંસકો એક વાર તેમના દર્શન થઇ જાય તેવી આશા સાથે જલસા બહાર એકઠા થતા હતા અને અમિતાભે પણ પોતાના પ્રશંસકોની ઇચ્છાને પૂરું સન્માન આપ્યું હતું.