બે ટોચના ફિલ્મ સ્ટાર્સને હવે વાય પ્લસ સિક્યુરિટી

Thursday 19th November 2026 05:59 EST
 
 

બોલિવૂડના બે ટોચના ફિલ્મ સ્ટાર્સની સિક્યુરિટી હવે વધારીને વાય પ્લસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બે ટોચના સ્ટાર્સ કોણ છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુદા જુદા સેલિબ્રિટીઓની સુરક્ષાની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી હોય છે. તે મુજબ એક સ્ટારની સિક્યુરિટી એક્સ કેટેગરીમાંથી વાય પ્લસ કરવામાં આવી છે. અન્ય કલાકારને ઓલરેડી વાય કેટેગરીની સુરક્ષા અપાતી હતી તે હવે વધારીને વાય પ્લસ કરવામાં આવી છે. સુરક્ષા કેટેગરી બદલાતા હવે આ સ્ટાર્સને ફિલ્મ સેટ પર, જુદી જુદી ઈવેન્ટસમાં તથા તેઓ ઘરની બહાર જ્યારે પણ નીકળે ત્યારે વિશેષ સિક્યુરિટી કવર અપાશે. આ ઉપરાંત અન્ય કેટલાક કલાકારોની સિક્યુરિટી પણ વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ટાઈગર શ્રોફ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ગોળીબાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત સલમાન ખાન તથા રોહિત શેટ્ટીના નિવાસસ્થાનો પર પણ ફાયરિંગની ઘટનાઓ બની ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી અમિતાભના બંગલો પર બોમ્બ વિસ્ફોટની ધમકીઓ સતત મળી રહી છે. અગાઉ, ફિલ્મ અભિનેતા રણવીર સિંહને પણ બિશ્નોઈ ગેંગના નામે ધમકી અપાયાનું કહેવાય છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે બોલિવૂડ કલાકારોમાં ભયનો માહોલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter