બેબોનું લંડન વેકેશનઃ ખાના-પીના-મોજમસ્તી

Sunday 03rd July 2022 08:01 EDT
 
 

કરીના કપૂર ખાન હાલ ફેમિલી હોલીડે માણવા માટે પતિ સૈફ અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે લંડન પહોંચી છે. અહીં તેણે ફોઈ રીમા જૈન, કઝીન અરમાન જૈન અને તેની પત્ની અનિસા સાથે ડિનર લીધું હતું. કરીનાની આ ફેમિલી ડિનરની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઈ છે. લંડન મુકામ દરમિયાન કરીના કપૂરને તેનો ખાસ ફ્રેન્ડ કરણ જોહર પણ મળી ગયો હતો. કરીના કપૂરના લંડન વેકેશનની તસવીરોમાં તેના બંને દીકરાઓએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે. કરીનાની ભાભી અનિસાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેમિલી ડિનરની તસવીરો રેડ હાર્ટ ઈમોજી અને બ્રિટનના ફ્લેગના ઈમોજી સાથે શેર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter