બોમ્બે હાઈ કોર્ટઃ ૬૫ વરસથી મોટી વયના કલાકારોને પણ શૂટની છૂટ

Monday 10th August 2020 06:11 EDT
 

મુંબઈઃ બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં શૂટિંગ માટેના એક મહત્ત્વના નિર્ણયમાં ૬૫ વરસથી મોટી વયના કલાકારોને ફિલ્મો, સિરિયલ વેબસિરીઝ વગેરે માટે શૂટની છૂટ આપી છે. કોરોનાના કારણે અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો કે, મોટી વયના કલાકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેઓ પર શૂટિંગ માટે પાબંધી હતી. આ છૂટ સાથે જ ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સિઝનમાં અમિતાભ બચ્ચનના સામેલ થવાનો સંશય રહ્યો નથી. હાઇ કોર્ટે આ ફેંસલો નિર્માતાઓની એક સંસ્થાની અપીલ પર સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પાબંધી મહારાષ્ટ્ર સરકારે લગાડી હતી જે હવે દૂર કરવામાં આવી છે. અદાલતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો આ ફેંસલો ભેદભાવની પ્રતીતિ કરાવે છે. બોમ્બે હાઇ કોર્ટના આ નિર્ણયથી બોલીવૂડમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. દરેક ફિલ્મ અને સિરિયલ સાથે ૬૫થી વરસથી વધુ વયના લોકો જોડાયેલા જ હોય છે. તેથી નિર્માતા-દિગ્દર્શકો તેમજ કલાકારોને હવે શૂટિંગ કરવામાં કોઇ અવરોધ નડશે નહીં. તેમજ ૬૫થી વધુ વયના કલાકારો તેમજ ક્રૂ સાથે જોડાયેલા લોકો પણ હવે કામ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter