બોલિવૂડના જાણીતા કોશ્ચયુમ ડિઝાઇનર લીના દરૂની વિદાય

Saturday 08th August 2020 07:18 EDT
 
 

મુંબઇઃ લગભગ ૪૦૦થી વધુ ફિલ્મોમાં અનેક હિરોઇનો માટે ડ્રેસ ડિઝાઇન કરનાર ગુજરાતના ગૌરવસમા લીના દરૂ (૮૧) નાની માંદગી બાદ અવસાન પામ્યા છે. ચાર દસકા કરતાં પણ લાંબી કારકિર્દીમાં તેમણે આશા પારેખ, હેમામાલીની, રેખા, શ્રીદેવી, માધુરી, ઝીનત અમાન, પરવીન બાબી, મૌસમી ચેટરજી, નીતુ સિંઘથી લઇને કરિશ્મા કપૂર સુધીની અનેક ટોચની અભિનેત્રીઓના ડ્રેસ ડિઝાઇન કર્યા હતા.
મુંબઇની ખ્યાતનામ જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં ભણેલા લીનાબેન શરૂઆતમાં આશા પારેખ સાથે અનેક નૃત્ય નાટિકામાં સામેલ હતા અને પછી આશા પારેખની જ ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી કારકિર્દીની શરૂઆત કરેલી. ‘ઉત્સવ’, ‘ઉમરાવ જાન’, ‘ચાંદની’, ‘તેજાબ’ જેવી અનેક ફિલ્મો માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. એમને ‘લમ્હે’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. જાણીતા કલા નિર્દેશક પરેશ દરૂ (છેલ-પરેશ)ના પત્ની હોવાને લીધે છેલ્લે સુધી ગુજરાતી રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter