બોલિવૂડના સુવર્ણ યુગની યાદ તાજી કરાવતી તસવીર

Sunday 24th May 2026 08:21 EDT
 
 

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ અભિનેત્રીઓ આશા પારેખ અને સાયરા બાનુની એક સુંદર તસવીર વાયરલ થઈ રહી છે. 1960 અને 70ના દાયકાની આ સુપરસ્ટાર અભિનેત્રીઓ લાંબા સમય પછી એકસાથે જોવા મળતા ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ મુલાકાત દરમિયાન બંને અભિનેત્રીઓ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતી હતી. તેમને એક જ ફ્રેમમાં જોઈને ચાહકોને જૂની ક્લાસિક ફિલ્મો અને બોલિવૂડનો સુવર્ણ યુગ યાદ આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ જોડીને ‘એવરગ્રીન બ્યુટી’ કહીને નવાજી રહ્યા છે. સમય ભલે બદલાય, પણ આ દિગ્ગજ કલાકારોનો કરિશ્મા આજે પણ અકબંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter