દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બોલીવૂડ સેલિબ્રિટીઝે રક્ષાબંધન ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સૈફે અલી ખાને બહેનો સોહા અને સબાહ અલી ખાન સાથે રક્ષાબંધન મનાવી હતી. તો સૈફની અભિનેત્રી દીકરી સારાએ ભાઈ ઈબ્રાહિમ અને કરીનાના પુત્રો તૈમુર અને જહાંગીરના કાંડે પણ રાખડી બાંધી હતી. સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર બહેન સાથેની તસવીર શેર કરીને આ પર્વની ખુશી વ્યક્ત કરી હતી. તાજેતરની સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’થી લાઈમલાઈટમાં આવેલા અભિનેતા અહાને બહેન અનન્યા સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરી હતી. અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પણ ભાઈ સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં પાછળ રહેલો શ્રીનાથજીનો જાજરમાન ફોટો સૌને પસંદ આવ્યો હતો. પ્રિયંકા ચોપરા ભાઈને રાખડી બાંધવા પહોંચી શકી નહોતી, તો તેની જવાબદારી કઝીન મન્નારાએ પૂરી કરી હતી.