બોલિવૂડને અલવિદા કરતી મંદાના કરીમી

Sunday 16th October 2022 11:17 EDT
 
 

બિગ બોસની પૂર્વ સ્પર્ધક તથા એક્ટ્રેસ મંદાના કરીમીએ બોલિવૂડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. મંદાનાએ આ નિર્ણય #MeTooમાં ફસાયેલા ફિલ્મમેકર સાજિદ ખાનને ‘બિગ બોસ-16’માં સ્પર્ધક તરીકે સામેલ કર્યા બાદ લીધો છે. સાજિદને ‘બિગ બોસ’માં સામેલ કરવાનો મંદાના સહિત ઘણાએ કર્યો છે. મંદાનાએ #MeToo મૂવમેન્ટ દરમિયાન સાજિદ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં મંદાનાએ સાજિદ ‘બિગ બોસ’માં જોડાયો તે અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે મહિલાઓ માટે જ્યાં કોઈ સન્માન ન હોય તેવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માગી નથી.
મંદાનાને એ વાતથી પણ નવાઈ લાગી કે સાજિદને પોતાના પર મૂકાયેલા શોષણના આરોપોથી કોઈ ફેર પડ્યો નથી. મંદાનાએ વધુમાં કહ્યું હતું કે લોકો માટે જીવન એવું એવું થઈ ગયું છે કે જો કોઈ વસ્તુથી ફાયદો કે પૈસા મળે છે તો તેમને કોઈ ફરક પડતો નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે, જ્યાં કોઈ માતા છે, બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ કે પતિ છે. મંદાનાએ આગળ કહ્યું હતું કે તેણે છેલ્લા સાત મહિનાથી બોલિવૂડના કોઈ પ્રોજેક્ટમાં કામ કર્યું નથી. તેણે એક રિયાલિટી શોમાં કામ કર્યું હતું, પરંતુ હજી સુધી તેને ફી મળી નથી. આટલું જ નહીં મંદાનાએ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી નાખ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter