બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે. તાજેતરમાં મુંબઈમાં એ.પી. ધિલ્લોનની કોન્સર્ટમાં તારાએ સ્ટેજ પર જઈ એ.પી. ધિલ્લોનને હગ કરીને કિસ કરી હતી. તે વખતે વીર બહુ જ નારાજ જોવા મળ્યો હતો. ત્યારથી જ બંનેના બ્રેક અપની અફવાઓ શરૂ થઈ હતી. આ સમયે તારા અને વીર બન્નેએ આ અફવાઓને નકારી કાઢી હતી. જોકે હવે કેટલાક દાવા અનુસાર બંને વચ્ચે ખરેખર બ્રેકઅપ થઈ ચૂક્યું છે. તારા સુતરિયા અગાઉ આદર જૈન સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. જ્યારે વીરનું સારા અલી ખાન સહિતની હિરોઈનો સાથે અફેર રહી ચૂક્યું છે. ખુશી કપૂર અને વેદાંગ રૈનાની લવ સ્ટોરી ‘આર્ચીઝ’ ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. તે પછી બંને પાછલાં બે વર્ષથી સતત સાથે દેખાતાં હતાં. જોકે, તેમના બ્રેકઅપનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.


