બ્રેકઅપની વાત પર પૂર્ણવિરામ મૂકતો ફોટો

Sunday 12th December 2021 09:32 EST
 
 

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ ઘણી વાર સાથે જોવા મળે છે. તાજેતરમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયાના સમાચાર અખબારોમાં ચમક્યા હતા. આવા અહેવાલો વચ્ચે લવબર્ડ્સ રોમેન્ટિક વેકેશન પર ગયા છે. બંનેએ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને બ્રેકઅપની વાત પર ફૂલસ્ટોપ મૂકી દીધું છે. અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરીમાં તસવીર શેર કરી છે તે જ સમયે મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. એવા સમાચાર વહેતા થયા હતા કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કોઈ ગેરસમજને કારણે એકબીજા સાથે વાત કરતા નથી. જોકે, એવું લાગે છે કે બ્રેકઅપના સમાચારોમાં કોઈ સત્ય નથી. આ કપલ બીચ પર વેકેશન એન્જોય કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મલાઈકા અને અર્જુન પહેલાં તેમના સંબંધો પર બોલતા ન હતા પરંતુ હવે બંને તેમના સંબંધો વિશે ખુલીને વાત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter