બ્રેકઅપની વાતનો જવાબ આપ્યો સેલ્ફી સાથે

Friday 21st January 2022 05:51 EST
 
 

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના સંબંધો ભંગાણના આરે છે અને તેમની વચ્ચે વાતચીત તેમજ હળવા-મળવાનું બંધ થઇ ગયું હોવાના અહેવાલો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. જોકે બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે તેની લેડી લવ સાથેની મિરર સેલ્ફી પોસ્ટ કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. અર્જૂન કપૂરે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે, જેમાં બંને ઘણા આકર્ષક લૂકમાં જોવા મળી રહ્યા છે. ગોગલ્સ લગાવીને બંનેએ મિરર પોઝ આપ્યો હતો.
અર્જૂન કપૂરે ફોટો શેર કરીને કેપ્શનમાં ફેન્સને લખ્યું છેઃ ‘તે હજુ પણ મલાઈકા અરોરા સાથે જ છે. બંને અલગ થયા નથી. અફવાઓ માટે કોઈ જગ્યા નથી. બધા જ સુરક્ષિત રહો. બ્લેસ્ડ રહો. લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું.’
મલાઈકા અને અર્જુન છેલ્લા છ વરસથી પ્રેમસંબંધમાં છે. વીતેલા છ વરસોમાં તેમના સંબંધો ઘણા મજબૂત થયા છે. થોડા સમય પહેલાં જ તેમણે સાથે વેકેશન માણી રહ્યાની તસવીર પણ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
જોકે એક ઓનલાઇન રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, હવે મલાઈકા-અર્જુન વચ્ચે બધું ઠીકઠાક નથી. બન્ને વચ્ચે વાતચીત તેમજ હળવા-મળવાનું બંધ થઇ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter