ભણશાલીએ મુંબઇમાં ઊભું કર્યું લાહોર!

Monday 04th April 2022 06:58 EDT
 
 

‘ગંગુબાઇ કાઠિયાવાડી’ રિલીઝ થતાંની સાથે જ સંજય લીલા ભણશાલીએ તેમના આગામી પ્રોજેક્ટ ‘હીરામંડી’ વેબ-સીરિઝ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે તેમણે મુંબઇમાં જ રૂ. 1.75કરોડના ખર્ચે પાકિસ્તાનના લાહોર શહેરનો સેટ ઊભો કરી દીધો છે. વાસ્તવમાં ભણશાલી આ વેબ-સીરિઝમાં ૧૯૪૫નું લાહોર દેખાડવાના છે. આ સીરિઝનું શૂટિંગ ચાલુ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ વેબ-સીરિઝ ‘હીરામંડી’માં વિવિધ ડાન્સ જોવા મળવાના છે. ભણશાલીએ કોરિયોગ્રાફી માટે પંડિત બીરજુ મહારાજને પોતાની સીરિઝ સાથે જોડયા હતા, પરંતુ પ્રોજેક્ટ શરૂ થતાં પૂર્વે જ તેમનું નિધન થઇ ગયું હોવાથી હવે એ શક્ય નથી. આથી ભણશાલી યોગ્ય કોરિયોગ્રાફરની શોધ કરી રહ્યા છે. શક્ય છે કે થોડાક ગીતોની કોરિયોગ્રાફી તેઓ પોતે જ કરશે. તેમણે ‘ગુજારિશ’માં પણ ઐશ્વર્યા રાય બચ્ચનના ડાન્સની કોરિયોગ્રાફી કરી હતી.

વેબ-સીરિઝ ‘હીરામંડી’ની વાત કરીએ તો પહેલી સિઝનમાં સાત એપિસોડ હશે. પ્રથમ એપિસોડનું દિગ્દર્શન ભણશાલી પોતે જ કરવાના છે. આ પછી વિભુ પુરી ડાયરેકટ કરવાના છે. આ સીરિઝ સાથે ઘણી ટોચની અભિનેત્રીઓના નામ જોડાયા છે, પરંતુ હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter