ભણશાલીની વેબ સીરિઝમાં ૧૮ અભિનેત્રી

Sunday 16th January 2022 05:35 EST
 
 

સંજય લીલા ભણશાલી હાલ પોતાની આગામી વેબ સીરિઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ વેબ સીરિઝ લાહોરના સૌથી મોટા અને જાણીતા રેડ એરિયા હીરામંડી પર આધારિત છે. ભણશાલીનો આ ખાસ પ્રોજેક્ટ કહેવાય છે, પરંતુ તેમણે આ પ્રોજેકટની ઘોષણા વખતે કોઇ કલાકારોના નામ લીધા નહોતા. હવે મીડિયા રિપોર્ટના અનુસાર આ વેબ સીરિઝમાં એક-બે નહીં, પરંતુ ૧૮ ટોચની અભિનેત્રીઓ જોવા મળશે.
આ વેબ સીરિઝમાં રેખા, માધુરી જેવી અભિનેત્રીઓના નામ તો બોલાયા જ છે. હવે યાદીમાં જૂહી ચાવલાનું નામ પણ ઉમેરાયું છે. થોડાક સમય પૂર્વે યોજાયેલી જૂહી અને ભણશાલીની મુલાકાત સકારાત્મક રહી હતી અને હવે જૂહી આ પ્રોજેક્ટમાં સામેલ થઇ હોવાના અહેવાલ છે. જૂહી જલદી જ આ વેબ સીરીઝના શૂટિંગમાં સામેલ થવાની છે. જૂહી સીરિઝના આઠમા એપિસોડમાં જોવા મળશે તેમ મનાય છે.
આ સીરિઝમાં જે અભિનેત્રીઓ જોવા મળવાની છે તેમાં જૂહી ચાવલા ઉપરાંત સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, નિમરત કૌર, ડાયના પેન્ટી, સંજીદા શેખ જેવા નામો સામેલ છે. પહેલા એવી વાત હતી કે ભણશાલી આ સીરિઝનું દિગ્દર્શન કરવાના નથી, પણ હવે અહેવાલ છે કે સીરિઝનો પહેલા અને છેલ્લા એપિસોડનું ડાયરેકશન તેઓ જ કરવાના છે. જ્યારે બાકીના એપિસોડસના દિગ્દર્શનની જવાબદારી વિભુ પુરી અને મિતાક્ષરા કુમારને સોંપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter