ભાઇજાનના 60મા જન્મદિવસની ઉજવણી

Saturday 03rd January 2026 09:44 EST
 
 

સલમાન ખાને 28 ડિસેમ્બરે ફાર્મહાઉસ ખાતે પરિવારજનો - મિત્રો અને પાપારાઝીઓ સાથે મળીને 60મા જન્મદિનની ઉજવણી કરી હતી. પિતા સલીમ ખાન, ભત્રીજા નિર્વાણ અને અરહાન ખાન સહિત પરિવારના સભ્યો તે સમયે હાજર હતા. મોડી રાત્રે મહેન્દ્રસિંહ ધોની, સંજય દત્ત, રકુલ પ્રીત સિંહ અને જેનેલિયા દેશમુખ સહિતના કલાકારો પણ જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. પાર્ટીમાં સંગીતા બિજલાણી, તબ્બુ, હુમા કુરેશી અને રણદીપ હુડ્ડાએ પણ હાજરી આપ્યાના અહેવાલ છે. તો સલમાન ખાન જે ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂક્યો છે તેઓ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. તો સલમાનની ખાસ મિત્ર મનાતી યૂલિયા વંતૂર પણ પાર્ટીમાં જોવા મળી હતી.
‘ફ્રેમ ઓફ ધ યર’
સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર જોવાઈ રહી છે. કેટલાક ફોટો અને કેટલાક વીડિયો ચર્ચામાં પણ રહ્યા છે. જોકે સલમાનના જન્મદિવસની તેના ફાર્મ હાઉસ પરની ઊજવણીના વિવિધ ફોટામાંથી એક ફોટો બહુ વાઈરલ થયો છે. જેમાં સલમાનની સાથે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, સાઉથનો સુપર સ્ટાર રામચરણ અને બોબી દેઓલ એકસાથે નજરે પડે છે. આ તસવીર જોઈને ચાહકો પોતપોતાની રીતે જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો આ તસવીરને ‘ફ્રેમ ઓફ ધ યર’ ગણાવે છે જવારે કેટલાક લોકો મજાકમાં આ તસ્વીરને એઆઈ ઇમેજ કહી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter