ભીડે કી સોનુ કાફી બદલ ગઈ હૈ

Sunday 27th June 2021 08:32 EDT
 
 

બહુચર્ચિત ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો પોતાની આગવી ઈમેજ ધરાવે છે. એવી જ એક કલાકાર એટલે નિધિ ભાનુશાળી જે એક સમયે શોમાં સોનુનો રોલ કરતી હતી. સોનુએ આ શોને અલવિદા કહી દીધું છે પરંતુ શો છોડ્યા પછી તેનો અંદાજ અને લૂક સાવ જ બદલાઈ ગયા છે. નિધિએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બિકિની અવતારમાં જોવા મળે છે. વીડિયોમાં નિધિએ પહેલાં એક પીળા રંગનું ટોપ પહેર્યું હતું. ત્યાર પછી તે જલપરી બનીને પાણીમાં તરતી જોવા મળે છે. જંગલમાં પપી (પેટ્સ)ને હાથમાં ગળે લગાવતી હોય તેવી તસ્વીર પણ પોસ્ટ કરી છે.
નિધિના ફેન્સ તેની આ તસ્વીરો અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે તો પ્રતિક્રિયા આપતા એવું પણ લખ્યું છે કે ભીડે કી બેટી સોનુ કાફી બદલ ગઈ હૈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter