મંદિરા બેદીએ ચાર વર્ષની બાળકી તારાને દત્તક લીધી

Saturday 07th November 2020 07:02 EST
 
 

અભિનેત્રી મંદિરા બેદીએ તારા નામની ચાર વર્ષની બાળકીને દત્તક લીધી છે. તેણે એક તસવીર શેર કરીને તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ સમાચાર જણાવ્યા હતા. આ તસવીરમાં મંદિરા અને તારા સિવાય મંદિરાનો પતિ રાજ કૌશલ અને દીકરો વીર પણ જોવા મળ્યો હતો. મંદિરાએ આ તસવીરની સાથે લખ્યું હતું કે, તે જાણે ભગવાનના આશીર્વાદની જેમ અમારી પાસે આવી. અમારી નાની દીકરી તારા. જે ચાર વર્ષ કરતાં સહેજ મોટી છે. તેની આંખો તારાની જેમ જ ચમકે છે. ખુલ્લા હાથે અને શુદ્ધ પ્રેમથી તેને પરિવારમાં આવકારી રહી છું. આભારી. ધન્યવાદ, ધન્ય. તારા બેદી કૌશલ ૨૮મી જુલાઈ ૨૦૨૦ના રોજ અમારા પરિવારનો ભાગ બની. મંદિરાની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે પ્રભાસની એક્શન ફિલ્મ ‘સાહો’માં જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter