મધુરે કરણને કહ્યુંઃ માફી કુબૂલ...

Monday 07th December 2020 06:44 EST
 
 

ફિલ્મમેકર કરણ જોહર અને નિર્દેશક મધુર ભંડારકર વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલતી ટાઇટલ માટેની લડાઈનો આખરે અંત આવી ગયો છે. મધુર ભંડારકરે આરોપ મૂક્યો હતો કે, તેમના ટાઇટલ ‘બોલિવૂડ વાઇવ્સ’નો કરણે પોતાના આગામી વેબ શો ‘ધ ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ માટે અયોગ્ય ઉપયોગ કર્યો છે. તેણે આ મામલે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને પોતાની વેદના અને આક્રોશ ઠાલવ્યા હતા. હવે આ આરોપના જવાબમાં કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં મધુરની માફી માગી છે. જેના જવાબમાં મધુરે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘૨૦૧૩માં તમને ‘ગુટકા’ ટાઇટલની જરૂર હતી ત્યારે મેં પળભરનો વિચાર કર્યા વગર તાત્કાલિક તે ટાઇટલ છોડી દીધું હતું. હવે મેં ના પાડી હોવા છતાં તમે મારા ટાઇટલનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવિક સંબંધો આવા નથી હોતા. આમ છતાં હું માફી સ્વીકારું છું અને આગળ વધુ છું...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter