ઠગાઈ અને મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા સુકેશ ચંદ્રશેખર સાથેના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ (ઇડી)ના ચક્કર કાપી રહેલી જેકલીનને ફર્નાન્ડિઝને હાલ તુર્ત તો રાહત મળી છે. ઈડી દ્વારા સતત પૂછપરછ માટે બોલાવાઇ રહેલી જેક્લીન કોર્ટના સમન્સના પગલે પટિયાલા કોર્ટમાં હાજર થઈ હતી અને આગોતરા જામીન માગ્યા હતા. એડિશનલ સેશન્સસ જજે તેને રૂ. 50 હજારના જાતમુચરકા પર વચગાળાના આગોતરા જામીન આપતાં શરત મૂકી હતી કે તેણે ઈડીની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે. સાથે જ કોર્ટે ઈડી પાસે આ અંગે જવાબ માગ્યો છે. જજે કહ્યું કે ઈડીનો જવાબ આવ્યા પછી જેકલીનને રેગ્યુલર જામીન અરજી અંગે વિચારણા થશે. આ કેસમાં હવે પછીની સુનાવણી 22 ઓક્ટોબરે થશે. સુકેશ દ્વારા રૂ. 200 કરોડની ખંડણી અને ઠગાઈના કેસમાં જેકલીનને મુખ્ય સાક્ષી માનવામાં આવી રહી છે.