મને મેડમ નહીં, સર કહોઃ કંગના લાવી રહી છે ‘ઇમરજન્સી’

Saturday 23rd July 2022 07:40 EDT
 
 

બોલિવૂડ ક્વીન તરીકે જાણીતી કંગના રણૌતની ફિલ્મો પાછલા કેટલાક સમયથી સતત બોક્સ ઓફિસ પર પિટાઇ રહી છે. આમ છતાં, એક્ટિંગ અને પોપ્યુલારિટીના કારણે કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ ખૂટતા નથી. કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ની લાંબા સમયથી રાહ જોવાતી હતી, જેમાં કંગનાએ દેશનાં પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. આ ફિલ્મનો પહેલો લૂક કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. કંગનાએ ફર્સ્ટ લૂકની સાથે કેપ્શનમાં લખ્યું છેઃ રજૂ છે જેમને સર કહેવાતા હતા. કંગનાની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર હજારો લાઈક્સ મળી રહી છે. આ ફિલ્મ કંગનાને નેશનલ એવોર્ડ અપાવશે તેવી કોમેન્ટથી માંડીને તેનો લૂક અદ્દલ ઈન્દિરા ગાંધી જેવો જ લાગે છે, જેવી સંખ્યાબંધ કોમેન્ટ આવી રહી છે. ‘ઇમરજન્સી’માં ઈન્દિરા ગાંધી જેવા લૂક માટે કંગનાએ ઓસ્કાર વિનર મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ માલિનોવસ્કીની મદદ લીધી છે. માલિનોવસ્કીએ 2017ના વર્ષમાં ફિલ્મ ‘ધ ડાર્કેટસ્ટ અવર’ માટે બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલ માટેનો ઓસ્કાર એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ ફિલ્મને કંગના પોતે જ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં કંગનાની સાથે ભૂમિકામાં અનુપમ ખેર અને શ્રેયસ તલપડે મહત્ત્વની ભૂમિકામાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter