રાજ કુંદ્રાની વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થઇ હતી. તે વખતે તેમણે અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખુબ નુકસાન વેઠ્યું હતું. એક સમયે તો તેમને જેલમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે શિલ્પા શેટ્ટી તેમની સાથે છૂટાછેડા લેવાની છે. એક મુલાકાતમાં રાજ કુંદ્રાએ તેમની ધરપકડ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે મને પુછપરછ માટે પોલીસ મથક બોલાવવામાં આવ્યો હતો અને મારી તે સમયે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. શિલ્પાને પણ સમાચારોના માધ્યમથી જ રાજની ધરપકડની જાણ થઇ હતી.
રાજ કુન્દ્રાએ કહ્યું કે, ‘ઇન્ડિયામાં ચાલી રહેલા મારા બિઝનેસમાં 4000 લોકો કામ કરી રહ્યા હતા. હું એક દિવસ આઈપીએલ ટીમનો માલિક હતો અને તે દિવસે જેલનાં સળિયા પાછળ ધકેલાઇ ગયો હતો.’ રાજ કુંદ્રા કહે છે કે મેં જ્યારે જેલમાં જાણ્યું કે શિલ્પા છૂટાછેડા લેવાની છે, ત્યારે લાગ્યું હતું કે હવે હું મરી જઈશ. મારા માટે મારી પત્ની અને બાળકો જ સર્વસ્વ હતા. જોકે બીજા દિવસે મેં શિલ્પા સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘આ બધો બકવાસ છે. હું તારી સાથે છું. મને તારામાં વિશ્વાસ છે.’


