મમતાએ ભગવા છોડ્યા... મિત્રો સાથે ગોવામાં જલ્સો કર્યો

Sunday 05th April 2026 11:08 EDT
 
 

વર્ષ 2025ના મહાકુંભમાં તમે મમતા કુલકર્ણીને સાધ્વીના અવતારમાં આધ્યાત્મની વાતો કરતા સાંભળી હશે. હવે મમતાએ આ અવતાર સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. મમતા તાજેતરમાં મિત્રો સાથે રજાઓ ગાળવા ગોવા પહોંચી હોવાના અહેવાલ છે, જ્યાં તે પોતાના જૂના લુકમાં જોવા મળી હતી. વેકેશન મોડમાં ગોવા પહોંચેલી મમતાએ કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. મમતા કુલકુર્ણા વીડિયોમાં ભગવા વસ્ત્રોમાં જોવા નથી મળી રહી. ગોવામાં મમતા પોતાના જૂના અવતારમાં જોવા મળી રહી છે. અંદાજે 25 વર્ષ પછી કમબેક ફિલ્મી દુનિયામાં પુનરાગમન કરનાર મમતા કુલકર્ણી થોડા દિવસ પહેલાં લાફ્ટર શોમાં પણ જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર મમતાનો નવો અંદાજ જોઈને લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. મમતાએ ગોવા જર્નીની ઝલક આપતી તસવીરો શેર કરી છે. મમતા પોતાના મોબાઇલથી વીડિયો શુટ કરી રહી હોવાનું પણ જોવા મળે છે. કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં સવાલ કરી રહ્યા છે કે ‘આ તો નકલી સાધ્વી નીકળી’. તો એક યૂઝરે સવાલ કર્યો હતું કે ‘તમે મસ્તક પરથી છાપ તિલક હટાવીને ભગવા વસ્ત્રો બાજૂ પર મુકી દીધા કે શું?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter