અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મલાઈકા હાલ તેનાથી 19 વર્ષ નાના ડાયમંડ મરચન્ટ હર્ષ મહેતાને ડેટ કરી રહ્યાના અહેવાલ છે. આ સાથેની સેલ્ફી રેડિટ પર આવ્યા બાદ એવું કહેવાય છે કે તેણે હર્ષ સાથે ઈટલીમાં વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરી હતી. વાયરલ થયેલી તસવીરમાં બંને ઈટલીના પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન પર જોવા મળે છે. મોટા કાળા ટ્રેન્ચ કોટમાં સજ્જ મલાઈકા હર્ષ સાથે સેલ્ફી લેતી જોવા મળે છે, જ્યારે 33 વર્ષનો હર્ષ ગ્રે જેકેટમાં દેખાય છે. આ સ્ટાઇલીશ જોડીએ ઇટલીમાં વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કર્યો હોવાનું જોવા મળતું હતું. આ તસવીર ક્લિક કરતી વખતે બંને સુંદર બેકગ્રાઉન્ડની સામે એકબીજાને આલિંગન આપતા જોઈ શકાય છે. એક રેડિટ યુઝરે હર્ષ સાથે મલાઈકાનો ફોટો શેર કરીને લખ્યુંઃ ટ્રેવી ફાઉન્ટેનમાં મલાઈકાનો વેલેન્ટાઈન?! મલાઈકા અરોરા 14 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ સાથે ટ્રેવી ફાઉન્ટેન ખાતે જોવા મળી હતી. આ પહેલાં બંને મુંબઈમાં એક કોન્સર્ટમાં જોવા મળ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં મલાઈકાએ ‘મિસ્ટ્રી મેન’ વિશે મૌન તોડયું હતું, જેની સાથે તે મુંબઈમાં એક કોન્સર્ટમાં જોવા મળી હતી. મલાઈકાએ તાજેતરમાં એક ચેટ શોમાં કહ્યું હતું કે મારા સંબંધો હંમેશા હેડલાઈન્સમાં રહ્યા છે. હવે હું જીવનના એવા તબક્કે છું કે જ્યાં મારે કંઈપણ સાબિત કરવાની જરૂર નથી, પરંતુ મારે એવા કામ કરવા છે કે જેનાથી મને ખુશી મળે.


