મસાબાએ સત્યદીપ સાથે સંસાર માંડ્યો

Wednesday 01st February 2023 06:59 EST
 
 

ફેશન ડિઝાઇનર તથા એક્ટ્રેસ મસાબા નીના ગુપ્તાએ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં છે. મસાબાએ સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શેર કરી છે. મસાબા તથા સત્યદીપ બંનેના આ બીજા લગ્ન છે. મસાબાએ આ પહેલાં પ્રોડ્યૂસર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યા હતા, જ્યારે સત્યદીપે એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી સાથે ફેરા ફર્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી મસાબાએ સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શેર કરીને કહ્યું કે, મારા શાંતિથી ભરેલા દરિયા સાથે મેં આજે સવારે લગ્ન કર્યાં. મસાબા તથા સત્યદીપે 27 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. મસાબાએ પોતાના જ ન્યૂ બ્રાઇડલ કલેક્શનના આઉટફિટ પહેર્યા હતા અને સત્યદીપે પણ એ જ કલેક્શનના આઉટફિટ પહેર્યા હતા. મસાબાએ કહ્યું હતું કે, તેઓ ઘણાં જ સાદગીથી લગ્ન કરવા માગતા હતા. બન્ને 80-85 લોકોની હાજરીમાં જ ફેરા ફર્યા હતા, અને માત્ર નિકટના પરિવારજનોની હાજરીમાં પાર્ટી કરવાના છે. ઉલ્લેખનીય છે કે મસાબા કરતા સત્યદીપ 17 વર્ષ મોટો છે. નીના ગુપ્તાએ સોશિયલ મીડિયામાં દીકરીના લગ્નની તસવીર શેર કરી હતી. આ તસવીર નીના ગુપ્તાએ કેપ્શન આપ્યું હતુંઃ ‘દીકરી, નવો દીકરો, દીકરાની માતા, દીકરાની બહેન, દીકરીનો પિતા, હું અને મારા પતિ.’ આ તસવીરમાં નવદંપતી મસાબા અને સત્યદીપ સાથે સત્યદીપની માતા-બહેન, મસાબા ગુપ્તાના પિતા વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તા પતિ વિવેક સાથે જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter