મહાનાયકની તબિયત નાદુરસ્ત, તબીબોની આરામની સલાહ

Saturday 31st October 2026 04:59 EDT
 
 

મહાનાયક અમિતાભ બચ્ચનને તબીબો દ્વારા આગામી થોડા દિવસો માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ અપાઇ છે. તાજેતરમાં જ 85મો જન્મદિવસ ઉજવનાર બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે ચાહકોની માફી માંગતા લખ્યું કે, ‘હું તમારી ક્ષમા ચાહું છું... મને થોડા દિવસો માટે આરામ કરવાની અને તબિયતમાં સુધારો કરવા માટે સમય ફાળવવાની સલાહ અપાઈ છે, જેથી હું અત્યારે કંઈ લખી શકું તેમ નથી...’ આ પોસ્ટ બાદ લાખો ચાહકોએ તેમની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી ધરાવતા અમિતાભ હાોલમાં પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ તરીકે પણ સક્રિય છે. તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર બીગ બી પડી જતાં તેઓ ઢીંચણમાં થયેલી ઇજાને કારણે ઉભાં રહી શકે તેમ ન હોઇ તેમણે શોનો ઓપનિંગ મોનોલોગ ઊભા રહીને બોલવાને બદલે બેસીને બોલવાનું પસંદ કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter