મહેશ ભટ્ટની હાર્ટ સર્જરી

Friday 27th January 2023 06:54 EST
 
 

પીઢ ફિલ્મસર્જક મહેશ ભટ્ટની હાલમાં હાર્ટ સર્જરી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા તેઓ હોસ્પિટલમાં ચેક કરાવવા ગયા હતા ત્યારે તેમના હાર્ટમાં બ્લોકેજ જણાતાં તત્કાળ સર્જરીનો નિર્ણય લેવાયો હતો. હોસ્પિટલમાં પહેલા તેમની એન્જિયોગ્રaાફી કરવામાં આવી હતી. તેમના હાર્ટમાં 70 ટકા બ્લોકેજ જણાયું હતું. તેમની વય તથા શારીરિક હાલત જોતાં તબીબોએ તત્કાળ એન્જિયોપ્લાસ્ટીનો નિર્ણય લીધો હતો. મહેશ ભટ્ટના પુત્ર રાહુલે જણાવ્યા અનુસાર તેમની તબિયત સુધારા પર છે. તેઓ સારવાર પછી ઘરે પણ આવી ગયા છે. તેમણે હાલ ઘરેથી વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ પર કામ કરવાની પણ શરૂઆત કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter