મધ્ય પ્રદેશ ફિલ્મો અને વેબ શો માટે શૂટિંગ હબ બની રહ્યું છે. આશરે મહિના પહેલાં અહી વિદ્યા બાલનની ‘શેરની’ ફિલ્મનું શૂટિંગ થતું હતું. હાલ ‘ધાકડ’નું શૂટિંગ ચાલુ છે. બીજી ફેબ્રુઆરીથી વિકી કૌશલ અને માનુષી છિલ્લરની આગામી ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ મહેશ્વરમાં છે. આ ફિલ્મ યશરાજ બેનરની છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફાઈનલ થઈ હતી.
યશરાજ બેનરની આ ફિલ્મના શૂટિંગ શિડ્યુલ વિશે કહેવાય છે કે, મુંબઈથી ૯૦થી ૧૧૦ લોકોની ટીમ મહેશ્વર પહોંચી રહી છે. ૩૦ હોટેલમાં બુકિંગ પણ કરાયું છે. લોકડાઉન બાદ શૂટિંગ માટે કોરોનાની માર્ગદર્શિકા સાથેની શરતી છૂટછાટો અપાઈ હતી ત્યારથી જ શૂટિંગ માટે બાયો બબલ ક્રિએટ કરવાનું વિચારાયું હતું. એ પ્રમાણે ટીમનો બહારના લોકો સાથે સંપર્ક નહીં એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. વિકી અને માનુશી પણ શૂટિંગ પૂરું કર્યા પછી મહેશ્વર અને અન્ય જગ્યાએ જઈ શકશે. તેવી સૂચનાઓ અપાઈ હતી.