માધવન અમેરિકામાં તો સોનલ ચૌહાણ દુબઈમાં અને ઈશા ગુપ્તા અબુધાબીમાં અટવાયાં

Thursday 05th March 2026 09:25 EST
 
 

અમેરિકાએ ઈરાન પર હુમલો શરૂ કરી દીધા બાદ ઈરાને વળતાં પગલાં તરીકે દુબઈ સહિતના અખાતી દેશોને નિશાન બનાવતાં ભારતથી અમેરિકા અને યુરોપ જવાના ફલાઈટ રૂટ માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ એરપોર્ટ સમાન દુબઈ એરપોર્ટ બંધ થઈ ગયું છે. પરિણામે હાલ દુબઈ સહિતના અખાતી દેશોમાં પહોંચેલા અનેક ભારતીય કલાકારો પણ અટવાઈ પડયા છે.

ઈમરાન હાશ્મી સાથે ‘જન્નત’ ફિલ્મમાં દેખાયેલી એકટ્રેસ સોનલ ચૌહાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ફલાઈટસ બંધ થતાં પોતે દુબઈમાં ફસાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ ભારત સરકારની મદદ અને માર્ગદર્શન માટે અનુરોધ કર્યો હતો.

બીજી તરફ એકટ્રેસ ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પોતે અબુધાબીમાં અટવાઈ ગઈ છે, પરંતુ અહીં તે બિલકૂલ સુરક્ષિત છે. તો બંગાળની હિરોઈન શુભશ્રી ગાંગુલી પણ દુબઈમાં અટવાઈ ગઈ હોવાના અહેવાલ છે.

ભારતીય એકટર આર. માધવન લાંબા સમયથી દુબઈમાં શિફ્ટ થઈ ગયો છે. જોકે, તેણે મીડિયાને જણાવ્યા અનુસાર હાલ તે અને તેનો પરિવાર અમેરિકા છે અને જ્યારે ફલાઈટ્સ શરૂ થશે ત્યારે તેઓ દુબઈ પાછા ફરશે.

ભારતીય ફિલ્મ ક્રિટિક કમાલ આર. ખાન પણ દુબઈમાં રહે છે. તેણે જણાવ્યું હતું કે આખી રાત ધડાકાના તથા સાયરનો અવાજને કારણે તે અને તેનો પરિવાર રાતે સૂઈ શક્યા ન હતા અને ભયભીત થઈ ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter