માધુરી દીક્ષિતે હાલમાં જ 4 લાખ પાઉન્ડની લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર ખરીદી છે. તાજેતરમાં તે તેના પતિ ડો. નેને સાથે આ કારમાં લટાર મારતી જોવા મળી હતી. માધુરી પાસે પહેલેથી જ સાત લક્ઝરી કાર છે. હવે તેમાં પોર્શેની નવી કારનો ઉમેરો થયો છે. આ કાર 2.6 સેકન્ડમાં જ 100 કિમીની સ્પીડ પકડી લે છે. 911 ટર્બો એસ મોડલની કિંમત 4 લાખ પાઉન્ડ અંદાજવામાં આવે છે. હજુ ગયા વરસે જ માધુરીએ મુંબઇના પોશ વિસ્તાર વરલીમાં 47 લાખ પાઉન્ડનું આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. તેનો આ વૈભવી ફ્લેટ બિલ્ડિંગના 53મા માળ પર આવ્યો છે. કહેવાય છે કે, જે તે સમયે આ મુંબઇ સૌથી મોટી રિઅલ એસ્ટેટ ડીલ હતી. તેના આ ઘરમાંથી દરિયાકિનારો નજરે પડે છે.