માય લવ હૃતિક... સબાએ સ્વીકાર્યો સંબંધ

Sunday 22nd May 2022 05:18 EDT
 
 

હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હવે એક્ટિંગમાં ડેબ્યુ કરવાની છે અને તેની શરૂઆત એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટથી થઈ રહી છે. રુમાના મોલ્લા ડિરેક્ટર તરીકે ‘મિનિમમ’ બનાવી રહ્યા છે. જેમાં સબા આઝાદની સાથે ગીતાંજલી કુલકર્ણી અને નમિતા દાસ છે. સબાએ ‘મિનિમમ’ અંગે પોસ્ટ શેર કરીને તેને બેલ્જિયમમાં આકાર લેતો ઈમિગ્રન્ટ ઈન્ડિયન ડ્રામા ગણાવ્યો હતો. આ ડ્રામા આવતા મહિને ફ્લોર પર જવાની શક્યતા છે. હૃતિકે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતુંઃ ‘હે...હે, યુ ગોના કિલ ધીસ. ઉઈ? ઉઈ?’ સબાએ તરત જવાબમાં કહ્યું હતું કે, ‘ફિંગર ક્રોસ્ડ મોન એમોર (માય લવ)’. હૃતિકના આખા ફેમિલીએ પણ સબાને તેની આગામી પ્રોજેક્ટ અંગે અભિનંદન આપ્યા હતા. હૃતિકની કઝિન પશ્મીના રોશન, આન્ટી કંચના રોશને સબાને વિશ કર્યું હતું. હૃતિક અને સબા પહેલી વખત ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા ત્યારથી રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલતી હતી. તેને સબાના રિપ્લાય સાથે સમર્થન મળ્યું છે. 2014માં સુઝાન ખાન સાથે સેપરેશન બાદ તેઓ હાલ બંને દીકરાઓને ઉછેરી રહ્યા છે, પરંતુ નવા રિલેશનશિપ પણ ડેવલપ કર્યા છે. સુઝાન ખાન અર્સલન ગોની સાથે જાહેરમાં ફરતી જોવા મળે છે. ગોવામાં હૃતિકે સુઝાન અને અર્સલન સાથે પાર્ટી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter