મિસિસ ફલાણી ફિલ્મમાં સ્વરા 9 રોલમાં દેખાશે

Monday 29th August 2022 08:47 EDT
 
 

અભિનેત્રી સ્વરા ભાસ્કરની મિસિસ ફલાણી નામની ફિલ્મની જાહેરાત થઈ છે. ફિલ્મમાં તે એક સાથે નવ રોલમાં જોવા મળશે. સ્વરાએ ખુદ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર મૂકીને પોતાના નવ રોલની જાહેરાત કરી છે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હશે. ફિલ્મમાં નવ વિવિધ વાર્તાઓનો સમાવેશ હશે. ફિલ્મની દરેક વાર્તામાં સ્વરા 35થી 45 વરસ સુધીની પરિણિત મહિલાના રોલમાં જોવા મળશે. અમુક વાર્તાઓમાં તે 10 થી 15 વરસના સંતાનની માતાના રોલમાં પણ હશે. સ્વરા ફિલ્મની દરેક વાર્તામાં મુખ્ય રોલમાં જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડમાં એક જ થીમ પર અલગ અલગ વાર્તાઓ સાથેની એન્થ્રોલોજી બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. મિસિસ ફલાણી એ જ પ્રકારની એક વાર્તા હશે.
આ ફિલ્મને મનિષ કિશોર અને મધુકર વર્મા એમ બે ડાયરેક્ટરો ડિરેક્ટ કરાવના છે. સ્વરાએ ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે મેં ઘણા પાત્રો ભજવ્યાં છે પરંતુ એક જ ફિલ્મમાં નવ પાત્રો ભજવવા મળશે તેની કલ્પના પણ ન હતી.
અગાઉ, અભિનયના બેતાજ બાદશાહ સંજીવ કુમાર નયા દિન નઈ રાત ફિલ્મમાં એક સાથે નવ ભૂમિકા ભજવી ચૂક્યા છે. કમલા હસને દશાવતાર ફિલ્મમાં દસ રોલ ભજવ્યા હતા. તેની સરખામણીએ સ્વરાએ તો જુદી જુદી વાર્તાના અલગ અલગ પાત્રો જ ભજવવાનાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter