મિસ્ટ્રી ફ્રેન્ડ સાથે જોવા મળી સુહાના

Wednesday 06th April 2022 06:31 EDT
 
 

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. સુહાના ખાન ગયા નવેમ્બરમાં જ ન્યૂ યોર્કથી ફિલ્મ સ્ટડીનો અભ્યાસ કરીને પરત ફરી છે. અને હવે તે મિસ્ટ્રી ફ્રેન્ડના કારણે સમાચારમાં છે.
સુહાના ઘણી વાર મુંબઈમાં સ્પોટ થતી હોય છે. જોકે, હાલમાં જ સુહાના ખાન કારમાં એક મિત્ર સાથે ‘મન્નત’માંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે જ્યારે તેમનો ફોટો ક્લિક કર્યો તો સુહાના અને તેના મિત્રે ચહેરો છુપાવી લીધો હતો.
સુહાના ચહેરો છુપાવતી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થઈ છે. યુઝર્સે પણ આ કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સે સુહાનાના મિસ્ટ્રી ફ્રેન્ડ અંગે સવાલ કર્યા છે. એક યુઝરે કહ્યું હતું કે આ કોણ છે? તો વળી અન્ય એકે સવાલ કર્યો હતો કે ફ્રન્ટ સીટ પર કોણ છે? બીજા યુઝરે કહ્યું હતું કે સુહાનાએ ચહેરો કે છુપાવ્યો? અન્ય એકે એવો સવાલ કર્યો હતો કે શું સુહાના ખાન આની સાથે ડેટિંગ કરે છે?
સુહાના ખાન પણ એક્ટિંગ ડેબ્યૂ કરવાની હોવાની ચર્ચા છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ 'આર્ચીઝ કોમિક્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કરે તેમ માનવામાં આવે છે. થોડાં સમય પહેલાં જ સુહાના ખાન ડિરેક્ટર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી. આ ફિલ્મથી માત્ર સુહાના જ નહીં, પણ ખુશી કપૂર તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય પણ બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter