મુંબઇ ફેશન વીકના રેમ્પ પર અનન્યા પાંડે

Sunday 29th March 2026 07:20 EDT
 
 

અનન્યા પાંડે બોલિવૂડમાં પોતાના અભિનયથી વધુ પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે વધુ જાણીતી છે. આ જ કારણસર અનન્યા મુંબઇ ફેશન વીકમાં રેમ્પ વોક કરીને છવાઇ ગઇ હતી. અનન્યા જાણીતા ડિઝાઈનર રાહુલ મિશ્રા માટે રેમ્પ પર ઉતરી હતી. રેમ્પ પરનો અનન્યાનો ડ્રેસ અને લુક ચર્ચાનો વિષય બની રહ્યા છે. ફેશન વીકમાં અનન્યાએ બાઇટ ઓવરસાઈઝ બ્લેઝર, પ્લીટેડ આઇવરી સ્કર્ટમાં વોક કર્યું હતું તેની નવી હેરસ્ટાઇલ પણ અનોખી હતી. બેંગ્સ હેરસ્ટાઇલમાં તે ખુબ જ આકર્ષક લાગતી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં અનન્યાએ ડિઝાઇનર રાહુલ મિશ્રાના ફેશન માટેના અભિગમ - પ્રતિબદ્ધતાની ખુબ પ્રશંસા પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter