મુમતાઝ ફિલ્મોમાં કમબેક માટે તૈયાર, પણ...

Friday 23rd May 2025 05:11 EDT
 
 

સિત્તેરના દાયકાનાં જાણીતાં અભિનેત્રી મુમતાઝ પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂના કારણે ચર્ચામાં છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધી વાતો કરી, ઘણા એક્ટર્સના સંબંધો વિશે પણ જણાવ્યું. મુમતાઝે આવી મુલાકાતમાં કહ્યું છે કે પોતે બોલિવૂડ ફિલ્મોમાં કમબેક તૈયાર છે, પરંતુ તે માતાના રોલ નહીં કરે. તે વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવવા તૈયાર નથી.
તાજેતરમાં જ એક ઇવેન્ટમાં પાપારાઝીએ તેમને સવાલ કર્યા હતા, જેનો વીડિયો બોલિવૂડમાં શેર થઇ રહ્યો છે. તેમને પૂછાયું હતું કે, ફેન્સ તેમની ફિલ્મો જોવા ઇચ્છે છે તો તે આ શુભ સમાચાર ક્યારે સંભળાવશે? આ સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું, ‘હું ફિલ્મોમાં ઘરડી ડોસીનો રોલ નથી કરવાની. હું જેવી દેખાઉં છું એવો રોલ હજુ સુધી મને ઓફર નથી થયો. જ્યારે આવો કોઇ ઓફર થશે, ત્યારે જરૂર હું વિચારીશ.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને ઓફરો મળી રહી છે? તેના જવાબમાં મુમતાઝે કહ્યું, ‘મને એવી ઓફર્સ નથી મળતી, જેવી મારે જોઈએ છે. કોઈકની માનો રોલ હોય, એવો રોલ હું કરવાની નથી.’
ઉલ્લેખનીય છે કે, 77 વર્ષનાં મુમતાઝે તાજેતરમાં વિક્કી લાલવાની સાથે ખાત વાતચીત કરી હતી, જેમાં તેમણે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્ન વિશે વાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter