અભિનેતા અને નિર્માતા આમિર ખાનને બોલિવૂડના પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર લાંબા સમયથી પોતાની ફિલ્મોની મદદથી દર્શકોના હૃદયને જીતતા આવ્યો છે. પરંતુ અભિનેતાનું કહેવું છે કે પોતે આજે પણ સમજી નથી શકતો કે તે સ્ટાર કઈ રીતે બની ગયો.
પોતાની ફિલ્માની પસંદગી કઈ રીતે કરે છે તે વિશે પણ તેમણે વાત કરી. એક મુલાકાતમાં આમિરે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે હું સ્ટાર કઈ રીતે બની ગયો.
તમામ લોજિકના હિસાબે જોવામાં આવે તો તો મારા માટે સ્ટાર બનવું સંભવ નહોતું. મેં તમામ નિયમો તોડ્યા છે, બધું જ ઇમ્પ્રેક્ટિકલ કર્યું છે. આમ છતાં મને
આટલું સન્માન અને સફળતા મળવા બદલ હું આપ સહુનો આભારી છું.’
આમિરે વધુમાં કહ્યું કે, ‘હું જે પણ ફિલ્મ પર હાથ મુકું છું, તે ફિલ્મ એવી હોય છે કે નક્કી નથી હોતું કે ચાલે કે ના ચાલે. જેમ કે ‘સરફરોશ’, ‘લગાન’ ફિલ્મ રિલીઝ કરી રહ્યા હતા ત્યારે લોકો ફિલ્મ પસંદ કરશે કે નહીં કરે તેનો કોઈ આઈડિયા નહોતો.


