ટોલિવૂડ સ્ટાર રામ ચરણે રવિવારે લંડનના મેડમ તુસા વેક્સ મ્યૂઝિયમમાં પોતાના જ વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે માતા-પિતા અભિનેતા ચિરંજીવી અને સુરેખા, પત્ની ઉપાસના તેમજ પાલતુ શ્વાન રાઈમ પણ ઉપસ્થિત રહ્યા હતા. અભિનેતા રામ ચરણ મ્યુઝિયમ પહોંચ્યા તે પહેલાં લંડનના રસ્તાઓ પર હજારો પ્રશંસકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. થોડા દિવસ પછી તેમના વેક્સ સ્ટેચ્યૂને સિંગાપુર ખાતે મેડમ તુસા મ્યુઝિયમમાં સ્થાયી રીતે મૂકવામાં આવશે. રામ ચરણ વિશ્વના એવા પ્રથમ અભિનેતા છે કે જેમન વેક્સ સ્ટેચ્યૂ સાથે તેમના પાલતું શ્વાન રાઈમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રતિમા અનાવરણ પ્રસંગે રામ ચરણે ફોટોગ્રાફર્સને રાઈમ સાથે પોઝ આપ્યા હતા. રાઈમની ક્યૂટનેસે લોકોના હૃદય જીતી લીધા. લંડનથી પાછા ફર્યા પછી રામ ચરણ પોતાની ફિલ્મ ‘પેદ્દી’નું શુટિંગ શરૂ કરશે. ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત શિવા રાજકુમાર, જહાન્વી કપૂર અને દિવ્યેમશુ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.