મ્યુઝિક સ્ટ્રિમિંગમાં અલકા યાજ્ઞિક વિશ્વમાં ટોચ પર

Saturday 18th February 2023 07:57 EST
 
 

વિશ્વમાં સૌથી વધુ સાંભળવામાં આવતા સિંગર્સમાં અલકા યાજ્ઞિકે વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે 2022માં 15.3 બિલિયન સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના રિપોર્ટ અનુસાર, અલકાના સૂરિલા ગીતો દરરોજ 4.2 કરોડ વખત સ્ટ્રિમ થાય છે. અલકા આ પહેલાં બે વર્ષમાં પણ ટોપ પર રહી હતી. 2021માં તેનાં ગીતો 17 બિલિયન અને 2020માં 16.6 બિલિયન વખત સ્ટ્રિમ થયાં હતાં.
આ યાદીમાં બેડ બન્નીને 14.7 બિલિયન સ્ટ્રિમ સાથે બીજું સ્થાન મળ્યું છે. યાદીમાં બાકીના ત્રણ ભારતીય ગાયકો છે જેમાં ઉદિત નારાયણ 10.8 બિલિયન, અરિજિત સિંહ 10.7 બિલિયન અને કુમાર શાનુને 9.09 બિલિયન સ્ટ્રિમ મળી છે.
અન્ય લોકપ્રિય અને સૌથી ધનાઢય ગાયકોનું પણ આટલી વખત સ્ટ્રિમિંગ મેળવી શક્યા નથી. બીટીએસ 7.95 બિલિયન અને બ્લેક પિંક 7.3 બિલિયન સ્ટ્રિમ મેળવી શક્યા છે. બોલીવૂડમાં 90ના દાયકામાં રોમાન્ટિક ગીતોનો સુવર્ણકાળ હતો અને તે અરસામાં અલકા યાજ્ઞિક ટોપની સિંગર હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter