યહ કૌન? અમિતાભ બચ્ચન કે અફઘાન રેફ્યુજી?

Monday 04th July 2022 08:04 EDT
 
 

વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર સ્ટીવ મેક્કુરીએ એક અફઘાન રેફ્યુજીનો ફોટોગ્રાફ શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટજગતમાં હલચલ મચાવી છે. સ્ટીવે શેર કરેલો આ ફોટોગ્રાફ અમિતાભ બચ્ચનનો નવો લૂક હોવાનું ઘણાં ફેન્સે માની લીધું હતું. માથા પર પાઘડી, વધેલી દાઢી અને ચહેરા પર ચશ્મા સાથેના એક વૃદ્ધનો આ જ ફોટોગ્રાફ 2018માં પણ વાઈરલ થયો હતો. તે સમયે ઘણાં લોકોએ આ ફોટોગ્રાફને શેર કર્યો હતો. આમિર ખાન સાથેની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં બચ્ચનનો આ નવો લૂક હોવાનું મોટા ભાગના લોકોએ માની લીધું હતું.
ફોટોગ્રાફમાં દેખાતા આ વ્યક્તિ અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન વચ્ચે એટલી બધી સમાનતા છે કે, ચાર બાદ ફરી આ જ ફોટો શેર થયો છે ત્યારે ફરી વખત લોકો આ ફોટોગ્રાફને બિગ બીનો નવો લૂક સમજી રહ્યા છે. મંગળવારે આ ફોટોગ્રાફ શેર થયાના કલાકોમાં જ તેને 75 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. અનેક યુઝર્સે માત્ર ફોટોગ્રાફ જોઈને જ કમેન્ટ કરીને તેને બચ્ચનનો નવા લૂક ગણાવ્યો હતો.
જોકે સ્ટીવે કેપ્શનમાં આપેલી ફોટોગ્રાફની ડિટેઈલ કંઇક અલગ કહે છે. તેમાં જણાવાયું હતું કે, પાકિસ્તાનમાં રહેતા 68 વર્ષીય અફઘાન રેફ્યુજીની સ્થિતિ હજારો વિસ્થાપિતોની વ્યથા દર્શાવે છે. સ્ટીવની આ ફોટોકેપ્શન વાંચ્યા બાદ લોકોનું કન્ફ્યુઝન દૂર થયું છે, પરંતુ આ અફઘાની અને અમિતાભના ફેસની સામ્યતા તો જુઓ! રિપોસ્ટ થયેલા આ ફોટોગ્રાફને ચાર વર્ષ બાદ પણ હજારો લાઈક્સ મળ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter