યામી ગૌતમ અને આદિત્ય ધરનું હિમાચલ પ્રયાણ

Thursday 08th October 2026 08:28 EDT
 
 

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા પતિ આદિત્ય ધરે મુંબઈની ઝાકઝમાળથી દૂર રહીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખનાર આ દંપતી હવે કામકાજ અર્થે જ મુંબઈ આવશે. શાંત અને કુદરતી વાતાવરણમાં રહેવાનો તેમનો આ નિર્ણય સાદગીભરી જીવનશૈલી દર્શાવે છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ગોહરમાં 25 એકરમાં ફેલાયેલું આ 100 વર્ષ જૂનું હેરિટેજ ઘર યામી માટે ખૂબ જ ખાસ છે. તેમના બાળપણની યાદો સાથે જોડાયેલી આ પ્રોપર્ટી પર લાકડા અને પથ્થરથી બનેલું મકાન છે, જ્યાં સફરજન, પ્લમ અને આદુની ખેતી થાય છે. જૂન 2021માં દંપતીના લગ્ન પણ અહીં જ થયા હતા. અગાઉ મુંબઈના ખાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આ દંપતીએ પોતાના પહાડી ઘરને વધુ પડતુ આધુનિક બનાવવાની બદલે પરંપરાગત રાખ્યું છે.
તાજેતરમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર આ જોડી પોતાની ફિલ્મો, શૂટિંગ અને જાહેર કાર્યક્રમો સિવાયનો સમય મોટાભાગે આ હરિયાળા અને શાંત વાતાવરણ વચ્ચે વિતાવવાનું પસંદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter