યામી ગૌતમ - ડિરેક્ટર આદિત્ય લગ્નબંધને બંધાયા

Sunday 13th June 2021 07:22 EDT
 
 

યામી ગૌતમે તેના ફેન્સને બિગ સરપ્રાઈઝ આપી છે. તે ‘ઉરી’ના ડિરેક્ટર આદિત્ય ધર સાથં લગ્નબંધને બંધાઇ છે. યામીએ તેમન વેડિંગ સેરેમનીની ફેવરિટ મોમેન્ટ પણ શેર કરી છે. ૩૨ વર્ષની આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું હતુંઃ અમારા પરિવારના આશીર્વાદથી અમે શુક્રવારે મેરેજ કર્યા છે. ખૂબ જ પ્રાઈવેટ પીપલ તરીકે અમે અમારા નજીકના પરિવારજનોની હાજરીમાં આ ખુશીનો પ્રસંગ ઊજવ્યો હતો.
યામી અને આદિત્યે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર એકસરખી પોસ્ટ્સ દ્વારા વેડિંગ એનાઉન્સમેન્ટમાં ફેન્સને વિશ કરવા માટે કહ્યું હતું. તેમણે લખ્યું હતુંઃ લવ અને ફ્રેન્ડશિપની જર્નીની અમે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અમે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ ઈચ્છીએ છીએ. લવ, યામી અને આદિત્ય.
આ વેડિંગ ફોટોગ્રાફ્માં યામી બ્રાઈડ તરીકે ગોર્જિયસ દેખાય છે. તો આદિત્ય વ્હાઈટ અને ક્રીમ શેરવાનીમાં શોભે છે. નવદંપતીને ઈન્સ્ટાગ્રામ પર કોંગ્રેચ્યુલેશન્સના મેસેજીસ મળી રહ્યા છે. દીયા મિર્ઝા, વાણી કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ, નેહા ધુપિયા, ભૂમિ પેડનેકર, શોભિતા ધુલિપલા અને વિક્રાંત મેસ્સીએ વિશ કર્યું હતું.
આદિત્ય ધર ૨૦૧૯ની મૂવી ‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ને ડિરેક્ટ કરવા માટે જાણીતા છે. જેમાં યામી ગૌતમ અન્ડરકવર રો એજન્ટ તરીકે જોવા મળી હતી. આદિત્ય અત્યારે ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ ડિરેક્ટ કરી રહ્યો છે. જેમાં વિકી કૌશલ છે. ‘વિકી ડોનર’, ‘કાબિલ’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ જેવી ફિલ્મ્સ માટે જાણીતી યામી હવે ‘ભૂત પોલીસ’માં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter