યુ ટ્યૂબ ચેનલ, પ્રોડક્શન હાઉસ શરૂ કર્યા પછી આલિયા ભટ્ટનું લાઈફસ્ટાઈલ કંપનીમાં રોકાણ

Tuesday 03rd November 2020 13:56 EST
 
 

અભિનેત્રી આલિયા ભટ્ટ યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે. તેણે એક પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. તે પછી આલિયા ભટ્ટ ઓનલાઈન ફેશન કંપની 'Nykaa'માં ઈન્વેસ્ટર બની છે. લાઇફસ્ટાઇલ રિટેલર 'Nykaa' (નાયકા) કંપનીમાં આલિયા ભટ્ટે આર્થિક રોકાણ કર્યું છે. આ કંપનીમાં કેટરીના કૈફ પછી ઈન્વેસ્ટર બનનારી આલિયા બીજી અભિનેત્રી છે. આલિયાએ રોકાણ કર્યું તેની રકમ જોકે જાહેર થઇ નથી.
આલિયા ભટ્ટનું ઇન્વેસ્ટર ફેમિલીમાં સ્વાગત કરતા કંપનીના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરે કહ્યું કે, રોકાણ માટે મારે અને આલિયાને ઘણી રસપ્રદ ચર્ચા થઇ હતી. આલિયા આમ તો નાયકા સાથે જોડાઈને ૨૦૧૨માં લોન્ચ કરાઈ હતી. એ પછી તેણે કહ્યું હતું કે, તે ત્રણ કારણોથી આ કંપનીમાં રોકાણ કરી રહી છે. પહેલું તો એ કે કંપની ભારતીય છે. બીજું એક મહિલાએ તેની સ્થાપના કરી છે અને ત્રીજું કે આ કંપની સાક્ષી છે કે ભારત દુનિયાને શ્રેષ્ઠ આપવા સક્ષમ છે.
૨૦૧૨માં ફાલ્ગુની નાયરે 'Nykaa' ઈ કોમર્સ વેબસાઈટ રૂપે શરૂ કરેલ હતી અને આજે તેની વેબસાઈટ, એપ અને રિટેલ આઇટલેટ્સ પણ છે. કેટરીના કૈફે આ કંપનીમાં રોકાણ કર્યું છે. ત્યારબાદ આલિયા આ કંપનીમાં રોકાણ કરનારી બીજી સેલેબ્રિટી છે. કેટરીના કૈફની કોસ્મેટિક બ્રાન્ડ 'Kay Beauty' માત્ર 'Nykaa' પર જ મળે છે.
યુ ટ્યૂબ ચેનલ શરૂ કરનારી પ્રથમ બોલિવૂડ હસ્તી
જૂન, ૨૦૧૯માં આલિયાએ યુ ટ્યૂબ ચેનલ ‘Aliabe’ લોન્ચ કરી હતી. પોતાની યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરનારી આલિયા પ્રથમ બોલિવૂડ હસ્તી હતી. આલિયાની આ યુ-ટ્યૂબ ચેનલના હાલમાં ૧૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. આલિયા ચેનલ પર પોતાની ફિલ્મોના બિહાઇન્ડ ધ સીન, સેટ પરની મસ્તીના વીડિયોઝ, અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો, ફિટનેસ સિક્રેટ, લાઇફ સ્ટાઇલ અને અમુક મહત્ત્વના મુદ્દા પરના વીડિયો શેર કરે છે. ગયા વર્ષે આલિયાએ 'ડિયર ઝિંદગી' ફિલ્મના આર્ટ ડિરેક્ટર રૂપિન સૂચક સાથે મળીને 'ઈટર્નલ સનશાઈન' નામનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું હતું.
અપકમિંગ પ્રોજેક્ટ્સ
આલિયા ભટ્ટ આગામી ફિલ્મો 'બ્રહ્માસ્ત્ર', 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'તખ્ત'માં અભિનેત્રી તરીકે દેખાશે. એસ. એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR'થી આલિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. આલિયા છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ ફિલ્મ 'સડક ૨'માં જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter