યુવા અભિનેત્રી લીના આચાર્યનું કિડની ફેઇલ્યોરથી નિધન

Thursday 26th November 2020 06:35 EST
 
 

ફિલ્મ ‘હિચકી’માં કામ કરીને ચર્ચિત થયેલી અભિનેત્રી લીના આચાર્યે યુવા વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. ૩૦ વર્ષીય લીનાએ ફિલ્મો ઉપરાંત વિવિધ ટીવી શો અને વેબસીરીઝમાં પણ કામ કર્યું હતું. છેલ્લા દોઢેક વર્ષથી લીના આચાર્ય કિડનીની બીમારીથી પીડાતી હતી, અને થોડાક સમય પહેલાં તેની માતાએ પોતાની એક કિડની ડોનેટ પણ કરી હતી. જોકે આમ છતાં લીનાને જીવનદાન મળ્યું નહીં.
લીનાએ વેબસીરીઝ ‘ક્લાસ ઓફ ૨૦૨૦’માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ટેલિવિઝન શો ‘શેઠ જી’, ‘આપકે આ જાને સે’ અને ‘મેરી હાનિકારક બીવી’માં કામ કર્યું હતું. આ ઉપરાંત રાણી મુખર્જીની ફિલ્મ ‘હિચકી’માં પણ તે જોવા મળી હતી. અભિનેત્રી સાથે ‘પરફેક્ટ પતિ’માં કામ કરી ચૂકેલા સહકલાકાર આયુષ આનંદે કહ્યું હતું કે આ સમાચાર જાણીને આઘાતનો આંચકો અનુભવ્યો છે. લીનાએ તેની કિડનીની તકલીફ અંગે અમને ક્યારેય વાત કરી નથી. લીનાના અવસાન અંગે બોલિવૂડના અનેક કલાકારોએ શોક વ્યક્ત કરીને અભિનેત્રીને સ્મર્ણાંજલિ અર્પી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter