યૂક્રેનના શરણાર્થી બાળકો સાથે પ્રિયંકા

Sunday 14th August 2022 06:37 EDT
 
 

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી આગવી ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં પ્રિયંકા યૂક્રેનના કેટલાક શરણાર્થીઓ બાળકોને મળી હતી. એટલું જ નહીં, પ્રિયંકા ચોપરાએ યૂક્રેનથી વિસ્થાપિત થયેલા અને પોલેન્ડમાં રહેતા શરણાર્થીઓના બાળકો સાથે સારોએવો સમય પણ વિતાવ્યો હતો. પ્રિયંકા ચોપરા પોલેન્ડમાં બાળકોને મળી હતી. બાળકોને મળ્યા બાદ પ્રિયંકા ખુશ તો હતી જ, પરંતુ સાથે જ તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પ્રિયંકા ચોપરાના આ બાળકો સાથેના ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરા બાળકો સાથે રમતી-ધમાલમસ્તી કરતી જોવા મળી છે. યુનિસેફની એમ્બેસેડર તરીકે પહોંચેલી પ્રિયંકાના આ ફોટોએ દરેકનું દિલ જીતી લીધું છે. તે બાળકો સાથે એકદમ ખુશ જોવા મળી રહી છે. ફોટોમાં પ્રિયંકા યૂક્રેનના નાના બાળકો સાથે મળીને ડ્રોઈંગ અને પેઇન્ટિંગ પણ કર્યા હતા. તો તેણે યૂક્રેનિયન બાળકો સાથે વાતચીત પણ કરી હતી. બાળકોએ રિટર્ન ગિફ્ટમાં પ્રિયંકા ચોપરાને હાથથી બનાવેલી ડોલ પણ ભેટમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પણ છે. રશિયાના ભીષણ આક્રમણના પગલે યૂક્રેનમાંથી ભાગી છૂટવા મજબૂર કેટલાય યૂક્રેનિયન નાગરિકોએ પોલેન્ડમાં શરણ આપવામાં આવ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter