વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ હતી તો તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા હતા. શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા સહિતના ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા છે જેમના ડેઇલી રૂટિનમાં જ યોગાસનનું આગવું સ્થાન છે. બોલિવૂડ સેલિબ્રિટીસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર યોગ કરતી તસવીરો શેર કરીને યોગનું મહિમાગાન કર્યું હતું. શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે યોગ કરતી તસવીર શેર કરી હતી. મલાઈકા અરોરાએ જાહેર યોગ કાર્યક્રમમાં વિવિધ આસનોનું નિદર્શન કરીને લોકોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત અનુપમ ખેર, હેમા માલિની, રફુલપ્રીતસિંહ, જેકી ભગનાની, ગીતા બસરા સહિતના સેલિબ્રિટીસે જાહેર યોગ કાર્યક્રમમાં જોડાયા હતાં. તો ધર્મેન્દ્ર, નીતુ કપૂર, સોહા અલી ખાન સહિતના સ્ટાર્સે પોતાના કમ્ફર્ટેબલ સ્પોટ પરથી યોગાસન કરતી તસવીરો શેર કરી હતી. કંગના રનૌતે પણ પોતાના ઘરના ગાર્ડનમાં યોગાસન કર્યા હતાં. જ્યારે કેન્સર સામે જંગ લડી રહેલી હિના ખાને મુંબઈના દરિયાકિનારે યોગ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો.