રકુલપ્રીત - જેકી કહે છેઃ હમ સાથ સાથ હૈ...

Sunday 24th October 2021 15:42 EDT
 
 

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીતસિંહે ૧૧ ઓક્ટોબરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેની સોશિયલ મીડિયા પોસ્ટે દરેકને આશ્ચર્યમાં મૂક્યા. રકુલપ્રીતે આ ખાસ દિવસ પર પ્રોડયૂસર જેકી ભગનાની સાથે તેના રિલેશનશિપને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધું છે. રકુલપ્રીતે તેનો અને જેકીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેણે જેકીને આ વર્ષની સૌથી મોટી ગિફ્ટ ગણાવી છે. બર્થ ડે ગર્લ્સે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યુંઃ થેન્ક્યૂ માય લવ... તું આ વર્ષની મારી સૌથી મોટી ગિફ્ટ છે. મારી લાઇફને કલરફુલ બનાવવા માટે થેન્ક્યૂ. મને નોનસ્ટોપ હસાવવા માટે ધન્યવાદ. અહીં અમે ઘણી મેમરીઝ બનાવી છે. તેણે જેકીની પોસ્ટ પર ટેગ કર્યું છે. રકુલપ્રીતની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીઝના કેટલાય મિત્રોએ કમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. જેકીએ પણ આ ફોટોને પોતાના એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, તારા વગર દિવસ દિવસ જ નથી લાગતો. તારા વગર ડિલિશિયસ ખાવાનું ખાવાની પણ મજા નથી આવતી. સૌથી સુંદર સોલને જન્મદિવસની શુભેચ્છાઓ, જે મારા માટે દુનિયાનું સર્વસ્વ છે. તારી સ્માઇલ ચમકતી રહે. હેપ્પી બર્થડે માય લવ... આ સાથે તેણે રકુલપ્રીતને પોસ્ટ પર ટેગ પણ કરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter