રજનીકાંત મેડિકલ ચેકઅપ માટે અમેરિકા પહોંચ્યા

Thursday 01st July 2021 07:23 EDT
 
 

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની કેટલાંક વર્ષો પહેલાં અમેરિકામાં કિડનીની સર્જરી કરવામાં આવી હતી, જે તબીબે આ સર્જરી કરી હતી તેની પાસે ચેકઅપ કરાવવા રજનીકાંત અમેરિકા પહોંચ્યા છે. તેમણે થોડા દિવસ પહેલાં જ પોતાની એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. રજનીકાંત રૂટિન ચેકઅપ માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા પહોંચ્યા છે. રજનીકાંત મેડિકલ ચેકઅપ એક ફિલ્મનો હિસ્સો પણ બનવાના છે. રજનીકાંતના જમાઈ-અભિનેતા ધનુષ પોતાની ફિલ્મ ‘ગ્રે મેન’નું શૂટિંગ કરી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે મેડિકલ ચેકઅપ પછી રજનીકાંત ધનુષ સાથે થોડો સમય અમેરિકામાં રોકાશે.આ મેગાસ્ટાર કોરોના વાઈરસની પકડમાંથી મુક્ત થઈ ચુક્યા છે અને વેક્સિનના બે ડોઝ પણ લઈ લીધા છે.
ટૂંક સમયમાં રજનીકાંત સીરુથાઈ શિવ દિગ્દર્શિત ‘અન્નાત્થે’ ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેમની સાથે નયનતારા, ખુશ્બુ, મીના અને કીર્તિ સુરેશ, પ્રકાશ રાજ, સતીષ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter