રણબીર કો ઇતના ગુસ્સા ક્યું આયા?

Sunday 05th February 2023 06:57 EST
 
 

રણબીર કપૂર આમ તો ફેન્સને ખૂબ પ્રેમથી મળે છે, પરંતુ તાજેતરમાં શું થયું કે તેણે એક ફેનનો મોબાઈલ ઉપાડીને ફેંકી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રણબીર તેના ફેન્સ સાથે જોવા મળે છે. ફેન તેની સાથે સેલ્ફી લે છે, પરંતુ રણબીર ચીડાઇને તેનો ફોન ફેંકી દે છે. આ વીડિયો જોઇને નેટીઝન્સ રસપ્રદ રિએક્શન્સ આપી રહ્યા છે. વાયરલ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરાયો છે. જેમાં એક ફેન રણબીર સાથે સેલ્ફી લેતો જોઈ શકાય છે. રણબીર પણ ખુશીથી પોઝ આપતો જોવા મળે છે. પછી યૂઝર ફરી સેલ્ફી લે છે. આ સમયે રણબીર ફેનના હાથમાંથી મોબાઈલ છીનવીને તેને પાછળની તરફ ફેંકી દે છે. આ સમયે રણબીરના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે. રણબીરનું આવું વર્તન જોઈને યૂઝર્સ ચોંકી ગયા છે. એક યૂઝરે લખ્યું છેઃ હજુ તેના ફેન બનો... અન્ય યૂઝરે લખ્યું, ‘કદાચ રણબીર તેને એક સરસ ફોન આપવા માંગે છે.’ એક યૂઝરે લખ્યું, ‘આખરે એવું તો શું થયું?’ કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે ‘રણબીર પરેશાન થયો હશે. એટલે જ તેણે આવું કર્યું.’ આ બધી અટકળો વચ્ચે એક વાત એવી આવી છે કે ખરેખર તો આ મોબાઇલ ફોન બનાવતી કંપનીની એડનો વીડિયો છે. તેનો આગળનો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે તે સાથે દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter