રણબીરે પ્રપોઝ કર્યું ત્યારે આલિયા રડી પડી હતી

Friday 06th January 2023 06:54 EST
 
 

રણબીરે આલિયાને આફ્રિકા ટૂર દરમિયાન ઘૂંટણભેર બેસીને પ્રપોઝ કર્યું ત્યારે આલિયા રડી પડી હતી. આલિયાની માતા સોની રાઝદાને આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે બાદમાં તેણે તરત જ આ તસવીરો ડિલીટ કરી નાંખી હતી. આ તસવીરમાં જોવા મળતું હતું તેમ રણબીરે હાથમાં વીંટીના બોક્સ સાથે આલિયાને એકદમ ફિલ્મી સ્ટાઈલથી પ્રપોઝ કર્યું હતું. ત્યારે આલિયા મોઢા પર હાથ દઈને રડવા માંડી હતી. સોની રાઝદાને આ ફોટોગ્રાફ્સ ઉપરાંત એપ્રિલમાં રણબીર અને આલિયાના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર મુકી હતી. જેમાંની એક તસવીરમાં આલિયા મહેંદી સેરેમની દરમિયાન જોવા મળી હતી અને બીજી તસવીરમાં આલિયા પોતાની માતા સાથે બેઠેલી જોવા મળી હતી. આ તસવીર પણ સોની રાઝદાને ડીલિટ કરી નાખી છે. આ ઉપરાંત આલિયાએ એક વીડિયો તથા કેટલીક તસવીરો પ શેર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter