રણબીરે રિલેશિપમાં ચીટ કર્યું હતુંઃ દીપિકા પદુકોણ

Sunday 13th March 2022 06:12 EDT
 
 

પોતાની બોલ્ડ ઓટીટી ફિલ્મ ‘ગહેરાઈયાં’ને કારણે ચર્ચમાં રહેલી દીપિકા પદુકોણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જે તે સમયનાં બોયફ્રેન્ડ રણબીર કપૂર વિશે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેવી રીતે રણબીરે તેની સાથે રિલેશનશિપમાં ચીટ કર્યું હતું. જોકે સમય જતાં બન્નેનું બ્રેકઅપ થઇ ગયું અને હાલ તો રણવીરસિંહ અને દીપિકા જીવનમાં આગળ વધી ગયા છે. જોકે એક સમય એવો હતો જ્યારે સંબંધોમાં થયેલી છેતરપિંડીથી તે સંપૂર્ણપણે ડિપ્રેશનમાં સરી પડી હતી. દીપિકાએ પોતે રણબીરને રંગેહાથે ઝડપ્યો હતો તે વાતનો ઉલ્લેખ કરતાં ભૂતકાળમાં એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું હતું કે તેણે પહેલા છેતરપિંડી કરી અને પછી માફી માંગવા લાગ્યો. દીપિકાએ કહ્યું, ‘મારા માટે સેક્સનો અર્થ માત્ર શારીરિક સંબંધો નથી, પરંતુ તેમાં લાગણીઓ પણ હોય છે.’ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રિલીઝ થયેલી દીપિકા સ્ટારર ‘ગહેરાઈયાં’ ફિલ્મમાં દીપિકા બોલ્ડ સીન આપીને ચર્ચાનો વિષય બની ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter