રણવીર સિંહ શક્તિમાન બનશે?

Monday 18th July 2022 06:13 EDT
 
 

નાના પરદે સફળતાના શીખરો સર કરનારી મુકેશ ખન્નાની શક્તિમાન સિરિયલ હવે ફિલ્મ સ્વરૂપે મોટા પરદે આવી રહી છે. ટીવી પરદે મુકેશ ખન્નાનું શક્તિમાનનું પાત્ર બહુ જ પોપ્યુલર થયું હતું. હવે ફિલ્મી પરદે આ પાત્ર રણવીર સિંહ ભજવે તેવી શક્યતાઓ છે. મુકેશ ખન્નાએ ફેબ્રુઆરીમાં સુપર હીરો પર ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. ત્યારે તેમાં મુખ્ય રોલ કોણ કરશે તેની પણ ચર્ચા થઇ હતી. શક્તિમાનનું સુપર હીરોનું પાત્ર ભજવવા માટે રણવીર સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે તેણે હજી સુધી ફિલ્મ સાઇન કરી નથી. આ ફિલ્મ માટે વિક્કી કૌશલ અને વિદ્યુત જામવાલના નામ પણ અગાઉ ચર્ચામાં હતા. ફિલ્મસર્જકને લાગે છે કે રણવીર શક્તિમાનના રોલમાં સ્વાભાવિક કરિશ્મા લાવી શકશે. મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં ફિલ્મનું ટીઝર પણ મૂક્યું હતું. મુકેશ ખન્નાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, હું તમને જણાવામાં મોડો પડયો છું... મારે જે કહેવું છે તે વાત વાઇરલ થઇ ગઇ છે. અમે શક્તિમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે. છતાં તમને આ ફિલ્મ વિશે જણાવાની મારી ફરજ છે, સાથેસાથે હું એમ પણ કહીશ કે શક્તિમાન પર ફિલ્મ બનાવવાનું મારું વચન આજે હું પૂરું કરી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter