રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય લઇને સગપણ કરી લીધું છે. પરિવારજનો તેમજ અંગત મિત્રોની હાજરીમાં તેમણે સગપણ કર્યું હોવાનો એક રિપોર્ટ છે. તેમના લગ્ન આવતા વરસના ફેબ્રુઆરી મહિનામાં કરાશે તેમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. જોકે રશ્મિકા - વિજય કે તેમના પરિવારે આ શુભ સમાવાર વિશે કંઇ જણાવ્યું નથી. વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાનાએ પહેલી વખત ફિલ્મ ‘ગીત ગોવિંદમ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેમની મિત્રતા ગાઢ બની હોવાનું કહેવાય છે. એ પછી તેઓ વારંવાર જાહેરમાં રેસ્ટોરાંમાં અને વેકેશન પર દેશ-વિદેશમાં સાથે સમય પસાર કરતા જોવા મળતા હતા. રશ્મિકા મંદાના વિજય દેવરકોન્ડાને ડેટ કરતાં પહેલા સાઉથ એકટર રક્ષિત શેટ્ટી સાથે ડેટ કરતી હતી. યુગલે 2017માં સગપણ કરી લીધું હતું પરંતુ 2018માં તેમનું સગપણ તૂટી ગયુ હતું. આ પછી અભિનેત્રીનું નામ વિજય દેવરકોન્ડા સાથે જોડાયું હતું.